યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ, નવરાત્રી એટલે ગુજરાત ની અસ્મિતા, ઓળખાણ. આ ઉત્સવ દરમ્યાન ગુજરાતીઓ શેરીઓમાં - પોળોમાં - મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી સદા કાળગુજરાત' કવિ અરદેશરની આ કાવ્ય પંક્તિ ને અનુરૂપ ફક્ત ગુજરાતમાંજ નહીં, પરન્તુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે, ત્યાં ત્યાં તેમણે આ ઉત્સવની મહેક પહોંચાડી દીધી છે. આ ઉત્સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓ ને ગાંડા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે.
આવી જ ભાવના સાથે શાળા કક્ષાએ ૧૭/૧૦/૨૦૧૫ શનિવારના રોજ નવરાત્રી રાસ-ગરબા-માંઁજગદમ્બાની આરાધનાનું આયોજન કરવામાં આવેલ હતું. શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા. બાળકો નવરાત્રીને અનુરૂપ પોષાકમાં સુસજ્જ થયેલા હતાં.
નવરાત્રી મહોત્સવની તૈયારીરૂપે શાળામાં નવી સાઉન્ડ સીસ્ટમ વસાવમાં આવેલ અને તેનો સૌપ્રથમ વખત ઉપયોગ માતાના ગરબાઓમાં કરવમાં આવેલ હતો.
આ મહોત્સવની બાળકો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકોએ માતાના ગરબાનો અનેરો લાભ લીઘેલો હતો.
નવરાત્રી મહોત્સવમાં બાળકો દ્વારા કરવામાં આવેલ આરાધના ફોટાઓ દ્વારા અહીંયા વ્યક્ત કરવામાં આવેલ છે.
નવરાત્રી મહોત્સવ ૨૦૧૫ માં બાળકોને પ્રોત્સાહિત કરવા બાળકોને કાંડા ઘડિયાર શાળાના સ્ટાફ તરફથી તા:૨૩/૧૦/૨૦૧૫ ના રોજ પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ.
0 comments:
Post a Comment