ભારતનો પ્રજાસત્તાાક દિન એટલે આઝાદ ભારતનું બંધારણ અમલમાં આવ્યો તે દિવસ. ભારતના ૬૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી શ્રી દેગામ પે સેન્ટર શાળા ખાતે વિશિષ્ટ આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ પ્રજાસત્તાક દિન દરમ્યાન વાતાવરણ, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને ગામ લોકોમાં વિશેષ આનંદ જોવા મળતો હતો.
આ ઉત્સાહની શરૂઆત શાળાની આમંત્રણ પત્રિકા થી જોઈ શકાય છે. શાળા ઈતિહાસમાં પ્રથમ વખત કવર સાથે છપાયેલ આમંત્રણ પત્રિકા ગામ ના આમંત્રિક મહેમાનોને મોકલવામાં આવેલ હતી. આ પત્રિકા પર બાળકોએ પોતાના હાથે રાષ્ટ્ર ધ્વજનું ચિત્ર બનાવેલ હતું.
શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમો તૈયાર કરવા પાછળ શાળા શિક્ષકો દ્વારા ખૂબ મહેનત લેવામાં આવેલ હતી. શાળાના બાળકોની મહેનત રંગ દેખાડે તે માટે ખાસ સ્ટેજ હોવું ખૂબ જરૂરી છે. આ સ્ટેજની તૈયારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આગળના દિવસે કરી લેવામાં આવેલ. ખાસ કરીને પાછળના બેકગ્રાઉન્ડ પડદો જાતે તૈયાર કરી ૨૬ મી જાન્યુઆરીની સવારમાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સહભાગીદારી થી સ્ટેજ પર લગાવ્યો.
આ સ્ટેજને વધુ શણગારવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાષ્ટ્ર ધ્વજના રંગનું તોરણ સ્ટેજ પર શણગારવામાં આવતા સોનામાં સુંગધ ઉમેરાણી.
શાળાના પ્રજાકસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી તથા ગામના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓનું મનોબળ ખૂબ વધારેલ છે.
આ વર્ષનો પ્રજાસત્તાક દિનમાં ગામની સૌથી વધુ ભણેલ દિકરીના હસ્તે ધ્વજવંદન કરાવી અને તે દિકરીને સન્માનિત કરવાની હોવાથી ગામમાં સૌથી વધુ ભણેલ દિકરીની તપાસ કરતા તે અમારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી શ્રી ગીતાબેન ચુંડાવદરા માલૂમ પડી. જેથી આ વર્ષનું ધ્વજ વંદન તેમના હસ્તે કરાવામાં આવેલ હતું અને તેમને તેમના માતા-પિતાના હાથે શિલ્ડ અાપી સન્માનીત કરવામાં આવેલ હતા.
ગામના ઉપસરપંચ શ્રી વિરમભાઈ સુંડાવદરા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને રમોત્સવ ૨૦૧૬ માં જીતી અને ઝોન કક્ષાએ પહોંચેલા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કર્યા.
ગામના ઉપ સરપંચ શ્રી વિરમભાઈ સુંડાવદરા એ વાર્ષિક પરીક્ષામાં દરેક ધોરણ માં પ્રથમ અને દ્વિતીય આવનારા બાળકોને પોતાના તરફ થી કાંડા ઘડિયાર ઈનામ આપી પ્રોત્સાહિત કરશે. જે બદલ શાળા પરિવાર તેમનો આભાર માને છે.
આ કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમના ફોટો તથા વિડિયો ૫ણ અહીં પ્રસ્તુત છે.
ધોરણ ૧ તથા ૨ ના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રસ્તુતિ આપી બધાને મંત્રમુગ્ધ કરી આપ્યા.
Part 01
Part 02
ધોરણ ૩ અને ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા જાદુ જાદુ .... ફિલ્મ કોઈ મીલ ગયા પર સુંદર પ્રસ્તુતી કરી.
ધોરણ ૬ થી ૮ દ્વારા હમ લોગો કો સમજ સકો તો સમજો .... ગીત પર સુંદર ડાન્સ કર્યો.
હર કરમ અપના... ગીત પર ધોરણ ૬ અને ૭ ની કન્યાઓ દ્વારા સુંદર નૃત્ય.
0 comments:
Post a Comment