ભારતના પનોતાપુત્ર ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ નું અચાનક અવસાન થતા ભારતને કદી ન પુરાય તેવી ખોટ પડેલ છે. ભારતરત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા ડૉ. કલામ વિશે બાળકો વધુ જાણે, તેમનું બાળપણ, તેમણે કરેલ જીવનના સંધર્ષો વિશે વિદ્યાર્થીઓ નજીકથી અનુભવ કરે તેવા હેતુ થી તારીખ ૦૧/૦૮/૨૦૧૫ શનિવારની બાળસભામાં ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગેની જાણકારી બાળકોને તારીખ ૨૮/૦૭/૨૦૧૫ ના રોજ આપી દેવામાં આવેલ હતી.
વિદ્યાર્થીઓએ શાળાની લાયબ્રેરીમાંથી ડૉ. કલામના જીવનને લગતા પુસ્તકો આપવામાં આવેલ હતા. આ પુસ્તકોના અધ્યાસ કરી પાંચ મીનીટ વકૃત્વ કરી શકે તેટલી તૈયારી કરે તેવી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવેલ હતી.
શાળાના ધોરણ ૬ થી ૮ ના કુલ ૧૪ વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ધોરણ ૮ ની વિદ્યાર્થીની વકૃત્વ સ્પર્ધામાં
ધોરણ ૮ નો વિદ્યાર્થી વકૃત્વ સ્પર્ધામાં
નિર્ણાયકની ભૂમિકામાં શાળાના ત્રણ શિક્ષિકા બહેનો
સ્પર્ધામાં વિજેતાને પ્રોત્સાહક ઈનામ આપતા શાળાના આચાર્યશ્રી
સ્પર્ધામાં વિજય બનેલા સ્પર્ધકો.
0 comments:
Post a Comment