આપણા દેશના રાષ્ટ્રીય તહેવારો માનો એક તહેવાર એટલે સ્વાતંત્રતા દિવસ. જે આપણ ૧૫મી ઓગષ્ટના દિવસે ધામધૂમથી સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ. અમારી શાળામાં પણ આ ઉત્સવ અતિઉત્સાહથી ઉજવવામાં આવેલ છે.
આ ઉત્સવ ઉજવવા માટે શાળાના તમામ બાળકો અને સ્ટાફ ખૂબ મહેનત કરી રહ્યા હતા. આ ઉજવણીને ખાસ બનાવવા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. શાળામાં આવતા મહેમાનોનું આગવી રીતે સ્વાગત કરવા બાળકો દ્વારા રંગબેરંગી કાગળના ગુલાબો તૈયાર કરવામાં આવેલ હતા. આ ગુલાબોનો ઉપયોગ સ્વાગત અને શાળા શણગાર માટે કરવાનો હતો.
૧૫મી ઓગષ્ટના રોજ ભારતને આઝાદી મળી. તે આઝાદી માટે કેટકેટલા નામી, અનામી, પુરૂષો, મહિલાઓ અને બાળકોએ પોતાનું સર્વસ્વ દેશ પર નિરછાવર કરી આપેલ. આ બલિદાનોને યાદ કરી અને આપણે મળેલ આઝાદીનો દેશ પ્રગતિ માટે ઉપયોગ કરવો એ આપણી નૈતિક ફરજ છે.
આજના કાર્યક્રમમાં શાળામાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી સોમાભાઈ, ઉપસરપંચશ્રી વિરમભાઈ, ગ્રામપંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી સાજણભાઈનો સમાવેશ થતો હતો. આ ઉજવણીમાં ગામના વડિલો, ગ્રામજનો, વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના બાળકોએ પ્રાર્થના, ભજન અને ધૂનથી કરી હતી અને વાતાવરણ અને મનને એકાગ્ર બનાવી આપેલ.
શાળામાં આમંત્રીત મહેમાનોનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુલાબના રંગબેરંગી ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
શાળામાં રાષ્ટ્રીય તહેવારની ઉજવણીના ભાગરૂપે તાલુકા પંચાયતના સભ્યશ્રી સાજણભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવેલ અને રાષ્ટ્રધ્વજને સલામી આપી બુલંદ અવાજે રાષ્ટ્રગીત અને ઝંડાગીતનું ગાન કરવામાં આવેલ. ત્યાર બાદ દેશભક્તિના વિવિધ નારાઓ દ્વારા આખું વાતાવરણ ગુંજી ઉઠેલ.
ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. આ કાર્યક્રમાં શાળાના ધોરણ ૧ થી ૮ ના તમામ વર્ગના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. આ કાર્યક્રમોની એક ઝલક.....
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવેલ. જે અંતર્ગત શાળામાં ધો. ૧ થી ૭ નો અભ્યાસ કરેલ ગામની દિકરી કુમારી આશાબેન દલુભાઈ પરમાર નું સન્માન કરવમાં આવેલ. હાલ આશાબેન એ ઈજનેર અભ્યાસક્રમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જેથી ગામ અને શાળાનું ગૌરવ વધારવા બદલ તેમનું શાળાના શિક્ષિકાશ્રી ગીતાબેન ચુંડાવદરાના હસ્તે ગુલાબ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ. આશાબેનને તેમના ઉજ્જવલ ભવિષ્યની હાર્દિક શુભેચ્છાઓ.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાતંત્રતા દિવસ વિશે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં વકૃત્વ પણ કરવામાં આવેલ. આ વિદ્યાર્થીઓએ બુલંદ અવાજે આ વકૃત્વ કરી બધા આમંત્રિતોને મંત્રમુગ્ધ બનાવી આપેલ.
આ કાર્યક્રમ દરમ્યાન ગામના વડિલોનું વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ગુલાબ દ્વારા સન્માન કરવામાં આવેલ.
કાર્યક્રમમાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાના બાળકો દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમનો આનંદ માણેલો હતો.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી કૌશિકભાઈ મોતીવરસ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.
છૂટાપડતા પહેલા ગામ લોકો અને શાળાના વિદ્યાર્થીઓને બિસ્કીટના પેકેટોનું વિતરણ દેગામ ગ્રામ પંચાયત તરફથી કરવામાં અાવેલ.
0 comments:
Post a Comment