ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને
રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા દેશમાં શિક્ષણ
ક્ષ્રેત્રે ખુબ જ વિકાસ થયો છે. સર્વ શિક્ષા અભિયાન મિશનના મુખ્ય ત્રણ ધ્યેયો છે.
નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ. દર વર્ષે આપણા સ્વર્ણિમ ગુજરાતમાં
શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણમાં ૧૦૦% નામાંકન અને કન્યા
કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો
પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે.
ઉપરોક્ત ઉદેશ્યને સિદ્ધ કરવા માટે શૈક્ષણિક વર્ષ
૨૦૧૭-૧૮ માં પે સે. શ્રી દેગામ પ્રાથમિક શાળામાં તારીખ: ૦૯/૦૬/૨૦૧૭
ના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ૨૦૧૭ માં મુખ્ય અતિથી તરીકે છાંયા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રાજુભાઈ શેખ પધારેલ. તેમની સાથે શ્રી ભગીરથભાઈ મંન્ડેરા લાઈજન તરીકે પધારેલ હતા. આ ઉત્સવ માં ગામ ના અગ્રણી અને દાતાશ્રી સરપંચ શ્રી વિરમભાઇ સુંડાવદર, મહેર સમાજ - દેગામ પ્રમુખ અને દાતાશ્રી ભીમભાઈ સુંડાવદરા, ગામ ના વડીલ શ્રી જેશંકરભાઈ થાનકી, દાતાશ્રી ગોગનભાઈ, દેગામ સીમ શાળા ૩ ના આચાર્યશ્રી દેવેન્દ્રભાઈ મોરી તથા ગ્રામજનો ખુબ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેલ હતા.
0 comments:
Post a Comment