પ્રાર્થના સભા

પ્રાર્થના છે ચિત્ત શુદ્ધિની સાધના. આપણી ખોજ ચિર પ્રસન્નતાની છે. આવી પ્રસન્નતા, શાંતિ અને સ્વસ્થતા જાગૃતિપૂર્વકની પ્રાર્થનાથી અવશ્ય સધાય છે. બાળકો અને શિક્ષકો પોતાના મનમાં રહેલ દરેક ભાવનાને શુદ્ધ કરી પોતાના શિક્ષણ કાર્ય માટે પોતાને તૈયાર કરે, તેવી ભાવના સાથે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે.



અમારી શાળાની પ્રાર્થના સભાનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. શાળામાં ધોરણ પ્રમાણે પ્રાર્થના સભાનું  સંચાલન સોપવામાં છે. આજ રીતે સુવિચાર, ભજન, ધૂન અને ઘડિયા ગાનના ક્રમ પણ ધોરણ પ્રમાણે દરરોજ બદલાય છે.

પ્રાર્થનાસભાની રૂપરેખા :

  • ધ્યાન
  • યોગમુદ્રા
  • સમૂહ પ્રાર્થના
  • સુવિચાર
  • ભજન
  • ધૂન
  • ઘડિયા ગાન
  • પ્રતિજ્ઞા
  • રાષ્ટ્રગીત
  • પ્રેરક ઉદ્બોધન અને સૂચનાઓ

1 comment: