Sunday, 26 July 2015

મહેર સમાન દ્વારા પ્રોત્સાહન

દેગામ ગામમાં કુલ પાંચ શાળાઓ આવેલ છે. આ બધી શાળાના બાળકો વર્ષ દરમ્યાન ખૂબ મહેનત કરી પરીક્ષામાં સફળતા મેળવે છે. આ સફળતાને પ્રોત્સાહિત કરવા માટે મહેર સમાજના અગ્રણી શ્રી ભીમભાઈ ચુંડાવદરાએ બાળકોને પ્રોત્સાહિત કરવા શીલ્ડ અને સર્ટિફિકેટ વિતરણ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને તેમાં ગામની પાંચ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહેલ.

આ કાર્યક્રમનું અાયોજન દેગામ ગામ ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિર ખાતે કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમને લગતી તમામ તૈયારી શ્રી ભીમભાઈ ચુંડાવદરા અને તેમના સહયોગીઓ દ્વારા અત્યંત મહેનત દ્વારા પૂર્ણ કરવામાં આવેલ હતી. મંદિરના આંગણમાં મંડપ, બેઠક વ્યવસ્થા માટે ખુરશીઓ અને સોફાની વ્યવસ્થા અને આમંત્રિત મહેમાનો માટે સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

આમંત્રિત મહાનુભાવોની યાદી આ મુજબ છે.
૦૧. સ્વામી પરમાત્માનંદગીરીજી - નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવ
૦૨. શ્રી લખુગીરીબાપુ - લીરબાઈ આશ્રમ, ધરમપુર
૦૩. શ્રી વિરમભાઈ કારાવદરા - પ્રમુખશ્રી તાલુકા પંચાયત, પોરબંદર
૦૪. શ્રી નાગાજણભાઈ ઓડેદરા - પી. એ. , મા. મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા
૦૫. શ્રી લાખણશીભાઈ ગોઢાણીયા - પી. એ. , શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, નેતા વિરોધપક્ષ
૦૬. શ્રી ભૂરાભાઈ કેશવાલા - અધ્યક્ષ, જિલ્લા પંચાયત, પોરબંદર
૦૭. શ્રી સાજણભાઈ ઓડેદરા - નેચર કલબ, પોરબંદર
૦૮. શ્રી મોઢાસાહેબ - નેચર કલબ, પોરબંદર
૦૯. શ્રી રમેશભાઈ - બારોટશ્રી
૧૦. શ્રી રાજુભાઈ - બારોટશ્રી
૧૧. શ્રી ભીમભાઈ સુંડાવદરા - પ્રમુખશ્રી, મહેર સમાજ, દેગામ
૧૨. શ્રી ગીજુભાઈ સુંડાવદરા - ઉપપ્રમુખ, મહેર સમાજ, દેગામ
૧૩. શ્રી વિસાભાઈ સુંડાવદરા - ઉપપ્રમુખ, મહેર સમાજ, દેગામ
૧૪. શ્રી સોમાભાઈ - સરપંચ, દેગામ ગ્રામ પંચાયત
૧૫. શ્રી વિરમભાઈ સુંડાવદરા - ઉપસરપંચ, દેગામ ગ્રામ પંચાયત 

દેગામ ગામના ઈતિહાસમાં ગામની બધી શાળાઓને એક સાથે રાખી કોઈપણ પ્રકારના ભેદભાવ વગર બાળકોને પ્રોત્સાહિત કરવાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેની નોંધ સમગ્ર પોરબંદર જિલ્લાએ પોરબંદર ન્યૂઝ દ્વારા લીધી. 




આ કાર્યક્રમના મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શીલ્ડ અને સર્ટિફિકેટનું વિતરણ અત્યંત ઉત્સાહભેર કરવામાં આવેલ હતું. 



કાર્યક્રમના અંતે બાળકોને અલ્પાહાર પૂરો પાડવામાં આવેલ.

શાળાના બાળકોને ઈનામ અને શીલ્ડ મેળવી અત્યંત પ્રોત્સાહીત અને ઉત્સાહીત થયેલ હતા. જે બદલ શાળાના બાળકો અને ગામલોકો મહેર સમાજનો આભાર વ્યક્ત કરેલ. બાળકોને પ્રોત્સાહિત કરવા શીલ્ડ અને સર્ટિફિકેટની ખરીદી રાજકોટ ખાતેથી કરવામાં ખૂબ મહેનત લેવામાં આવી અને નાની નાની બાબતોનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવેલ. આ અત્યંત મહેનત માગી લે તેવા કામ સફળતા પૂર્વક પાર પાડવા અને બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ મહેર સમાજના અગ્રણી શ્રી ભીમભાઈ ચુંડાવદરા અને તેમના સહયોગીઓનો શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થી ખૂબ ખૂબ અાભાર માને છે.

વિરમભાઈ સુંડાવદરા દ્વાર બાળકોને પ્રોત્સાહન

શ્રી દેગામ પે સેન્ટર શાળાના બાળકોએ કરેલ વર્ષ દરમ્યાનની મહેનત વાર્ષિક પરીક્ષાના પરીણામ સ્વરૂપે તેમની પાસે આવે છે. આ કરેલ મહેનતને જો પ્રોત્સાહન આપવામાં અાવે તો બાળકો બમણા ઉત્સાહથી પોતાના ભણતરમાં ધ્યાન આપે છે. આ પ્રોત્સાહન આપવાનું કાર્ય શ્રી વિરમભાઈ સુંડાવદરા, ઉપસરપંચ, દેગામ એ કરેલ છે. આ પ્રોત્સાહક કાર્યક્રમની વિગતો અહીં આપવામાં આવેલ છે.

આ કાર્યક્રમના મહેમાનો તરીકે 
શ્રી વિરમભાઈ સુંડાવદરા, ઉપસરપંચ, દેગામ
શ્રી સામતભાઈ, તાલકુ પંચાયત સભ્ય, પોરબંદર
તથા દેગામ ગામવાસીઓ





 આ કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું સ્વાગત ગુલાબના ફૂલો દ્વારા શાળાના આચાર્યશ્રી કૌશિકભાઈ મોતીવરસ અને સીનીયર શિક્ષિકાશ્રી જ્યોતિબેન ભટ્ટ દ્વારા કરવામાં અાવેલ હતુ.



આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને કાર્યક્રમને ઉત્સાહથી ભરી આપેલ. શાળાના કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન બાળકો દ્વારા કરવામાં આવેલ હતું.



શાળાના દરેક વર્ગના બાળકોએ ફક્ત ત્રણ જ દિવસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરી આપેલ. આ કાર્યક્રમ તૈયાર કરવામાં શાળાના બાળકો અને શિક્ષકોએ ખૂબ મહેનત કરી હતી. જે બાળકોના પ્રદર્શન દ્વારા જાણી શકાતું હતું.



ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમ કરતાં બાળકો.


શ્રી વિરમભાઈ સુંડાવદરા દ્વાર ઈનામ વિતરણ



શ્રી સામતભાઈ દ્વાર ઈનામ વિતરણ

શ્રી વિરમભાઈ સુંડાવદરા એ બાળકોને ઘડીયાર રૂપી ઈનામ વિતરણ કરી તેમના ઉત્સાહમાં અનેક ગણો વધારો કરેલ હતો. બાળકો ઈનામ મેળવી અત્યંત પ્રસંન દેખાતા હતા.


કાર્યક્રમમાં આવેલ તમામ બાળકોને પોતાના વિચાર જણાવતા વિરમભાઈ, ઈનામ વિતરણનો મુખ્ય હેતુ બાળકોમાં પ્રોત્સાહન પૂરૂ પાડવું અને ભવિષ્યમાં અાવતી પરીક્ષામાં ઉત્સાહભેર આગળ વધવું. આ ઉપરાંત કોઈ બાળકને જો ભણવામાં કોઈ મુશ્કેલી આવતી હોય, તો તે મુશ્કેલીઓ દૂર કરવાની બાહેધરી પણ શ્રી વિરમભાઈએ આપેલ. 

આ કાર્યક્રમમાં ભાગ લઈ શાળાના બાળકો ખૂબ ઉત્સાહીત જણાતા હતા. બાળકોને મળેલ ઘડીયારરૂપી ઈનામ અને બહુમૂલ્યવાન એવું પ્રોત્સાહન પૂરૂ પાડવા બદલ શ્રી વિરમભાઈ સુંડાવદરાનો શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફથી ખૂબ ખૂબ આભાર.