Wednesday, 17 June 2015

પ્રવેશોત્સવ ૨૦૧૫

શાળામાં પ્રથમ ધોરણમાં પ્રવેશતા બાળકોને શાળામાં આવકારવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં અાવતું વિશેષ આયોજન એટલે શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૫.

શ્રી દેગામ પે સેન્ટર શાળામાં પણ ૧૩ મો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૫ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. દેશ અને રાજ્યની ઉજ્જવળ આવતીકાલના ઘડતર માટે બાળકના શિક્ષણ સંસ્કાર સિંચનનું દાયિત્વ રાજ્યશાસને સેવાયજ્ઞ રૂપે ઉપાડયું છે. ત્યારે એવું ઉમદા ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન શિક્ષણ પ્રારંભકાળથી જ આપવાનું વાતાવરણ બનાવીએ કે બાળક ભવિષ્યમાં કદી જીવનમાં કાંઇ ખોટું કરવાનો વિચાર સુધ્ધા ન કરે તેવા ઉત્તમ ભાવ સાથે શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. 



શ્રી દેગામ પે સેન્ટર શાળામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જે. એસ. મણીયાર, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, નેશનલ હાઈવે, પોરબંદર તથા લાયઝન અધિકારી શ્રી તરીકે હરેશભાઈ જોશી એ હાજરી આપી. શાળા પ્રવેશોત્સવમાં ગામના સરપંચશ્રી સોમાભાઈ, ઉપસરપંચશ્રી વિરમભાઈ સુંડાવદરા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી સાજણભાઈ, ગામલોકો, શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓને હાજરી આપી હતી. શાળાના શિક્ષકોએ ટૂંકા સમયગાળામાં ખૂબ મહેનત કરી વિદ્યાર્થીઓને કાર્યક્રમનું સંચાલન અને ગીતો તૈયાર કરાવ્યા હતા.




શાળા પ્રવેશોત્સવની શરૂઆતમાં આવેલા મહેમાનોનું ખાદીના રૂમાલ દ્વારા ગામના સરપંચશ્રી અને તાલુકા પંચાયતના સભ્યશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવેલું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ આવેલ મહેમાનોનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. 





કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન બાળકો દ્વારા કરવામાં આવેલ હતું. શાળાના બાળકો દ્વાર પ્રાર્થના, મનુષ્ય તુ બડા મહાન ગીત અને યોગના આસનો બતાવી પ્રવેશોત્સવના માહોલમાં ઉત્સાહ ઉમેરવામાં આવેલ. આવેલ મહેમાનો દ્વારા તાળીઓ દ્વારા બાળકોને વધાવવામાં આવેલ. 






કાર્યક્રમ આગળ વધારતા શાળામાં પ્રવેશતા બાળકોને ધોરણ ૧ ના પાઠ્યપુસ્તકો, પેન્સિલ, રબર, સંચો અને સાહેલી ગૃપ, બગવદર દ્વારા બાળકોને વિશેષ કીટ આપવામાં અાવેલ હતી. આ વસ્તુનું વિતરણ આવેલ મહાનુંભાવો દ્વારા કરવામાં અાવેલ હતું. 



શાળા પ્રવેશોત્સવ ૨૦૧૫ દરમ્યાન ગામના વડીલ શ્રી પૂજાંભાઈ કે જે શ્રી દેગામ પે સેન્ટર શાળામાંજ શિક્ષક તરીકે ફરજ બજાવી ને નિવૃત્ત થયેલ હતા. તેમનું મુખ્ય મહેમાન દ્વારા પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.



શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પોરબંદરના પ્રાન્ત અધિકારીશ્રી દ્વારા વિવેકાનંદી નામનું પુસ્તક તરતુ મૂકવા માટે વિના મૂલ્ય આપવામાં આવેલ છે. જેનું લોકાર્પણ મુખ્ય મહેમાન દ્વારા કરવામાં આવેલ હતું.



કાર્યક્મને અનુરૂપ અાવેલ મુખ્ય મહેમાન શ્રી મણીયાર સાહેબે પ્રાસંગિક સંબોધન કરવામાં આવેલ, જેમાં વાલીઓને વિશેષ સૂચના આપવામાં આવેલ કે તેઓ બાળકોને નિયમિત શાળાએ મોકલે. જેથી બાળકોને શિખવાનો પૂરતો અવસર મળે.








કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળા સંકૂલમાં વૃક્ષારોપણ કરવામાં અાવેલ હતું.