Thursday, 12 March 2015

અક્ષર સુધારો - રૂપાળા બાળકોના રૂપાળા અક્ષરો

શું બાળકોના અક્ષરો બાળકો જેવા સુંદર ન હોવા જોઈએ. બાળકો ૫ોતાના જાતે અક્ષર ખરાબ કરવા ઈચ્છતા નથી પરંતુ તેનામાં અક્ષર સુંદર કરવાની કદાચ ચીવટનો અભાવ હોય શકે!!!!

અમારી શાળાના ઘણા બાળકોમાં પણ આ આવડતનો અભાવ જોવા મળેલ. જે સુધારવા સૌ પ્રથમ કોઈ કારગર સાધનની જરૂર હતી. જે ગોતવા માટે મેં ઈન્ટરનેટનો ઉપયોગ કરી કોઈ રસ્તો ગોતવા પ્રયત્ન કર્યો પરંતુ મને કોઈ સાહિત્ય અોનલાઈન ન મળ્યું. પરંતુ જ્યારે www.youtube.com પર મે આ વિષય પર ગોતવા પ્રયત્ન કર્યા ત્યારે મને શ્રી ગોરાંગ પટેલ દ્વારા અપલોડ કરવામાં આવેલ એક ૧૦ મીનીટની ક્લીપ મળી જેમા શ્રી જીવનભાઈ સેખલીયા દ્વારા સુુંદર અક્ષર કરવાની પદ્ધતિ નિયમ પ્રમાણે શિખવવામાં આવતી હતી. આ બાબતે ગૌરાંગભાઈને ઈ-મેઈલ લખતા તેમને મને બે DVDs નો સેટ બાય કુરીયર મોકલાવેલ. આ DVDs ખૂબ સરસ બાળકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવમાં આવેલ છે.

આજ રોજ બાળકોને કમ્પ્યુટર રૂમમાં સવારે ૧૧:૩૦ કલાકે લઈ ગયા બાદ પૂરા દિવસ દરમ્યાન આ DVDs નો અભ્યાસ કરાવ્યો અને બાળકો પણ પૂરા ખંતથી આ DVDs જોઈ પોતાના અક્ષરો વધુ સુંદર કઈ રીતે બનાવવા તે માટે પ્રયત્ન કરવા લાગ્યા. આ દરમ્યાન બાળકો વિવિધ ઉદાહરણો દ્વારા સુંદર અક્ષર કઈ રીતે કરવા અને પોતાના અક્ષરોને વધુ મરોડદાર કઈ રીતે બનાવવા તેના વિશે જાગૃત્તિ મેળવી.

આજ રોજ શાળામાં કરેલ અક્ષર સુધારા પ્રોજેક્ટના ફોટા નીચે રજુ કરવામાં આવેલ છે.

શ્રી જીવનભાઈ સેખલીયા દ્વારા બાળકોને સુંદર અક્ષર કરવાની આપવામાં આવતી સમજૂતી.





બાળકો દ્વારા ધ્યાન પૂર્વક કરવામાં આવતું વર્ગ કાર્ય




બાળકો દ્વારા ધ્યાન પૂર્વક કરવામાં આવતું વર્ગ કાર્યના અમૂક નમૂનાઓ.



YouTube.com પર રહેલ નાની ક્લીપની લીંક માટે અહીં ક્લીક કરો.


Monday, 2 March 2015

દાતાશ્રી રસીકભાઈ રૂપારેલીયા

શ્રી દેગામ પે સેન્ટર શાળાએ સમુદ્ર કિનારાથી બહુ દૂર આવેલ નથી. જેથી તેના તળના પાણીમાં ક્ષારનું ભારે પ્રમાણ રહેલ છે. શાળાના બાળકોને પીવાના પાણીની ફક્ત સુવિધા એટલે શાળામાં આવેલ બોરનું પાણી. આ બોરના પાણી અતિ ક્ષારયુક્ત છે. હાલમાં માપવામાં આવેલ ક્ષારના પ્રમાણમાં તેમા ૩૫૦૦ TDS ક્ષારનું પ્રમાણ જાણવા મળેલ. જે પાણી પીવાલાયક નથી. શાળામાં હાલ મીઠા પીવાના પાણીની સુવિધા ન હતી. જેની જાણ શ્રી રસીકભાઈ રૂપારેલીયા, જે હાલ યુ.કે. સ્થાયી થયેલ છે અને હાલ શાળાની મુલાકાતે આવેલ હતા, ને થતા તેમણે પોતાના પરોપકારી સ્વભાવ અનુસાર શાળાના બાળકોના પીવાના પાણીની સુવિધા માટે R. O. પ્લાન્ટની ખરીદી પોતાના જાતે કરી શાળાને ભેટમાં આપેલ છે. આ પ્લાન્ટની અંદાજિત કિંમત રૂા. ૨૫૦૦૦/- થાય છે.


School RO Plant
શ્રી રસીકભાઈ રૂપારેલીયા(મધ્ય) અને પરીવાર અને શાળાના આચાર્યશ્રી કૌશિકભાઈ મોતીવરસ
મીઠું પાણી પીતા બાળકો
તેમના દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ આ ભેટ વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે.