Thursday, 17 September 2015

દાતાશ્રી શોભનાબેન પાનખાણીયા અને પરિવાર

શ્રી શોભનાબેન પાનખાણીયા અને તેમના બહેન યુ.કે. ના વતની છે અને તે દર વર્ષે પોતાના વતન દેગામ આવી શાળાના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરે છે. શ્રી શોભનાબેન પાનખાણીયા અને તેમના પરિવાર દ્વારા શાળા વિદ્યાર્થીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક વસ્તુઓની કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કિટમાં વિદ્યાર્થીઓ માટે નોટબુક, પેન, સ્કેચપેન, પેન્સિલ, ઈરેઝર, સાર્પનર તથા અન્ય નાની શૈક્ષણિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. 


આ કિટ વિતરણ સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. આ પેકેટમાં શાળાના વિદ્યાર્થીઓને મનપસંદ ચેવડો, પેંડાનું વિતરણ કરવામાં આવેલ હતું.