Tuesday, 7 April 2015

વાલી સંમેલન માર્ચ - ૨૦૧૫

વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિની વાલીઓને જાણ કરવા અને તે અંગે ચર્ચા કરવા વાલી સંમેલનનું આયોજન કરવામાં આવે છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે કરવામાં આવતા પ્રયત્નોની જાણ વાલી સંમેલન દ્વારા વાલીઓને કરવામાં આવે છે. 

વાલીઓ સાથે ચર્ચા

વાલીઓ દ્વારા વર્ગખંડની મુલાકાત

બાળમેળાની કૃત્તિઓની પ્રદર્શ

શિક્ષક દ્વારા વાલીઓ સાથે ચર્ચા.

બાળમેળાની કૃત્તિઓની પ્રદર્શની

શ્રી દેગામ પે સેન્ટર શાળાએ આવું જ વાલી સંમેલન માર્ચ માસના અંતમાં કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં જાગૃત વાલીઓએ ભાગ લીધો. આ સત્ર દરમ્યાન કરવમાં આવેલ આ બીજુ વાલી સંમેલન છે. આ સંમેલનમાં વાલીઓ સાથે કરવામાં આવેલ ચર્ચાના મુદ્દા નીચે મુજબ છે.


  • વિદ્યાર્થીની પ્રગતિની જાણ તેના વાલીને કરાવી.
  • શાળામાં કરવામાં આવેલ પ્રવૃત્તિઓની જાણ.
  • બાળમેળા વિશે સમજ અને પ્રદર્શન.
  • સ્વચ્છતા અભિયાનની જાણ.
  • બાળકોના સ્વાસ્થ માટે સ્વચ્છતાની સમજ.
  • શાળામાં દાતાશ્રી રસિકભાઈ રૂપારેલીયા દ્વારા RO પ્લાન્ટનું દાનની જાણ.
  • મીઠા પાણીની ગુણવત્તાની વાલીઓ દ્વારા ચકાસણી.
  • શાળામાં કરવામાં આવેલ રીપેરીંગ કામની જાણકારી.
  • નવા સત્ર દરમ્યાન શાળામાં કરવામાં આવનારા ફેરફારોની વાલીઓને અગાઉથી જાણ.

Thursday, 2 April 2015

બાળમેળો

શ્રી દેગામ પે સેન્ટર શાળામાં વર્ષ ૨૦૧૪-૧૫ નો બાળમેળો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવેલ છે. શાળામાં બાળમેળો એટલે બાળકોના ઉત્સાહ અને ઉમંગનો દિવસ. બાળમેળો એટલે "બાળદેવો ભવ:" જેને સિદ્ધ કરવા અમારી શાળાએ પૂરતા પ્રયત્નો કરેલ છે. બાળકોને મુક્ત રીતે પોતાની અંદર રહેલ આવડતને બહાર લાવે અને તે આવડતને ઓળખે તેવા નિષ્ઠાવાન પ્રયત્ન  અમારી શાળા દ્વારા કરવામાં આવેલ છે. તા: ૨૦/૦૩/૨૦૧૫ ના રોજ ઉજવાયેલ બાળમેળામાં બાળકો દ્વારા બનાવવામાં આવેલ થોડી કૃતિઓના ફોટા અહીં દર્શાવવામાં આવેલ છે.








માટીકામ

માટીકામ

માટીના રમકડાંઓને કલરકામ

માટીના રમકડાંઓને કલરકામ

કલર કરેલા માટીના રમકડાં

ટાયરનું પંચર બનાવવું
જાતે બટન ટાંકવું

જાતે બટન ટાંકવું
દિવાળી કાર્ડ બનાવવું

રંગોળી બનાવવી.

ચિત્રકામ

પૂજાની થાળી.

તોરણ બનાવવું